Surat Protest: Men Demand Commission

Surat માં કરાયો અનોખો વિરોધ, પત્ની પીડિત પતિઓએ પુરૂષ આયોગની માંગ કરી…

અમદાવાદ : ગુજરાતના સુરતમાં(Surat)પત્ની પીડિત પતિઓએ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું. આ પીડિત પતિઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ પુરૂષ આયોગની રચનાની પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો : સુરતમાં પત્ની, બાળક અને માતા-પિતા પર ઘાતકી હુમલો કરી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; પત્ની-બાળકનું મૃત્યુ…

અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા

જેમાં મળતી માહિતી મુજબ સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ ખાતે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેની પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. આ સંદર્ભે કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગની ચર્ચા છે.

પ્લે કાર્ડ્સ પર પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા

અતુલ સુભાષના આત્મહત્યા કેસના વિરોધમાં અઠવા લાઈન્સ સર્કલ ખાતે દેખાવકારોએ પ્લે કાર્ડ હાથમાં લઈને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા પત્ની-પીડિત પતિઓમાં કેટલાકે પ્લે કાર્ડ્સ પર ‘પુરુષોના અધિકારો એ માનવ અધિકાર છે’ લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014 થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા.

આ પણ વાંચો : 31મી ડિસેમ્બર પહેલા સુરત પોલીસ થઈ એક્ટિવ, માત્ર 60 સેકન્ડમાં જાણશે ડ્રગ્સ લીધું કે નહીં

કેટલાક પ્લેકાર્ડ પર લખેલું હતું – ‘મેન નોટ એટીએમ

જયારે કોઈએ સરકારને પુરૂષ આયોગની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું તો કોઈએ લખ્યું હતું કે નકલી કેસ માનવતા વિરુદ્ધ ગુનો છે. કોઈએ સેફ ફેમિલી સેવ નેશન લખીને વિરોધ કર્યો. તેમજ કેટલાક પ્લેકાર્ડ પર લખેલું હતું – ‘મેન નોટ એટીએમ. આમ, પત્ની પીડિત પુરુષોએ આગવી શૈલીમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી.

Back to top button