સુરત

સુરતમાં દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ, બે બાંગ્લાદેશી સહિત 5 મહિલાઓને મુક્ત કરાઈ…

અમદાવાદઃ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી.

 બંને ગેસ્ટ હાઉસમાં એકસાથે રેઈડ કરી હતી

એએચટીયુને એક આધારભૂત બાતમી મળી હતી કે, સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહવ્યાપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, એએચટીયુની ટીમે મહિધરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું. માહિતી હકીકતલક્ષી જણાતા, સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન નજીકના આ બંને ગેસ્ટ હાઉસમાં એકસાથે રેડ કરી હતી.

એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી

રેઇડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામીતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો. તેની સાથે રાત્રી દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પાંચેય મહિલાઓને દેહ-વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી

બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દેહવ્યાપાર માટે આવ્યા હતા. 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળ (કલકત્તા)ની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચેય મહિલાઓને દેહ-વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું.

વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો

રેઇડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો. તેને તથા અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુન્હાના કામે કુલ રૂ. 50,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, 10, 500 રૂપિયાના 6 મોબાઈલ, રોકતા 10,500, અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર, કોન્ડમ, પેટીએમ ક્યુઆર કોડ, ફોન પે ક્યુઆર કોડ, અને હોટલ રજીસ્ટર કબ્જે કરવામાં આવ્યું હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button