Surat Police: Uttarayan Rule Violations Warning

ઉત્તરાયણ પર્વને પગલે સુરત પોલીસનું જાહેરનામું; નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

સુરત: સુરતમાં ઉત્તરાયણ (Uttarayan) પર્વને પગલે સુરત શહેર પોલીસ (Surat Police) કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસના જાહેરનામામાં લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો, ખુલ્લામાં ઘાસનું વેંચાણ, ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર, ચાઇનીઝ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Also read: ગુજરાતમાં ઉત્તરાયણ પર પવન સારો રહેશે

પોલીસ દ્વારા આગામી સુરત શહેરમાં મકરસંક્રાતિ પર્વની ઉજવણીને લઈને અમુક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
1. કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા / ફૂટ પાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર.

2. પતંગ ચગાવવા (ઉડાડવા) માટે માટે વપરાતી નાયલોન દોરી કે જે નાયલોન, સેન્થટીક મટીરીયલ, કે સેન્થટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન-બાયોગ્રેડીબલ હોય તે ચાઇનીઝ દોરી મેળવવા. સંગ્રહ કરવા, વેચાણ કરવા, અને તેનાથી પતંગ ચગાવવાના ઉપયોગ કરવા પર.તેમજ પતંગ ઉડાડવાથી કપાયેલ પતંગ/દોરી પકડવા પર.

3. કોઇ પણ પ્રકારના સેન્થેટીક પ્રકારના દોરા, સુતરાઉ દોરા કે બીજા કોઇ પણ પ્રકારના દોરા લોખંડની પાઉડર અથવા કાચનો ભુકો/પાઉડર કે અન્ય કોઇ પણ નુકશાનકારક પદાર્થ ચઢાવવામાં આવી તૈયાર કરવામાં આવેલ હોય તેવા દોરા મેળવવા, સેન્થટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા. તેનો ઉપયોગ કરવા, ઉત્પાદન કરવા, કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા માટે તેનો ઉપયોગ કરવા પર.

4. ઓનલાઇન પ્લેટફોર્મ મારફત વેચાતા ચાઇનીઝ માંઝા/ પ્લાસ્ટિક દોરી/ ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) વેચવા પર.

5. દરેક સામાવાળોએ સેન્થેટીક માંઝા/નાયલોન દોરી અથવા તેના જેવા સેન્થટીક કોટેડ દોરાની આયાત પર.

6. સવારના કલાક ૦૬/૦૦ થી ૦૮/૦૦ ના ગાળા દરમ્યાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર તથા પરત માળામાં આવવાનો સમય હોવાથી તે દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓ વધુ ઘાયલ તથા ઇજાગ્રસ્ત થાય છે. તેથી તે સમય ગાળા દરમ્યાન પતંગ ઉડાવવા પર.

7.ચાઇનીઝ તુક્કલ ઉડાવવા. ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજા કરવા. સંગ્રહ કરવા પર.

8.આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર,

9.આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર.
કયારે લાગુ પડશે આ પ્રતિબંધો?

સુરત શહેર પોલીસ કમિશ્નર હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતા (BNS)2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

સંબંધિત લેખો

Back to top button