સુરતમાં 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં 711 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ

સુરતઃ શહેર પોલીસ કમિશ્નરની કચેરી દ્વારા સુરત શહેરના 711 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત શહેર યુનિટ ખાતે એક જ સ્થળે પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા તેમજ રૂબરૂ રજૂઆત (ઓડલી રૂમ)માં કરેલી વિનંતી અનુસાર પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહિતમાં જે-તે પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી નિમણૂંક આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે બદલીનો આદેશ કર્યો હતો.
Also read: સુરતમાં લૂંટ વિથ ગેંગરેપ કેસમાં પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત…
સુરતના 711 જેટલા પોલીસ કર્મચારીઓને બેક રેફરન્સ કર્યા વિના તાત્કાલિક છૂટા કર્યા અને હાજર કર્યા અંગેનો રિપોર્ટ કચેરીએ કરવાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આદેશ કર્યાો હતો. જેને લઈને સુરત શહેર પોલીસના હેડ ક્વાટર્સ, ટ્રાફિક શાખા, તમામ પોલીસ સ્ટેશન અને શાખાઓના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરને આદેશ કરવામાં આવ્યા હતા.