સુરત પોલીસનો સપાટોઃ ચીની ગેંગની મદદથી છેતરપિંડી કરનાર ઠગને ઝડપ્યો…

સુરતઃ સાયબર ક્રાઇમની ઘટનાઓ ધીમે ધીમે ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને અત્યારે ડિજિટલ અરેસ્ટના કેસ વધી રહ્યાં છે, જેમાં ગુજરાત પોલીસ સાયબર ઠગો સામે કાર્યવાહી જવાબદાર છે. ભારતના 24 રાજ્યમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા આરોપી પાર્થ ગોયાણીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે, જે ચીની ગેંગની મદદથી લોકો પાસેથી પૈસા હડપતો હતો. આ આરોપી જ્યારે લખનઉથી કમ્બોડિયા ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે સુરત પોલીસે ઝડપ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
સુરતના વૃદ્ધ પાસેથી 1.15 કરોડ પડાવ્યા
સુરત પોલીસે આ મામલે આપેલી વિગતો પ્રમાણે પાર્થે સુરતના એક વૃદ્ધને સતત 2.5 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને રૂપિયા 1.15 કરોડ રૂપિયા પડાવી લીધા હતાં. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને તેના સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તેણે દેશભરમાં એક બે નહીં, પરંતુ 173થી વધુ લોકોને ડિજિટલ અરેસ્ટમાં ફસાવીને કરોડો રૂપિયા પચાવી પાડ્યાં હતાં. આ કેસ 2024નો છે, જેમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટર અરેસ્ટના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ લોકો વિરૂદ્ધ ડિજિટલ અરેસ્ટના કુલ 173 કેસ નોંધાયેલા છે.
કંબોડિયાની ચીની ગેંગ સાથે કામ કરતો
પોલીસ તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આરોપી પાર્થ કોઈ કંબોડિયાની ચીની ગેંગ સાથે મળીને આ રેકેટ ચલાવી રહ્યો હતો, અને તે પોતે આ ગેંગનો માસ્ટર માઇન્ડ હતો. પાર્થ દરેક આ કામ માટે 10થી15 ટકાનું કમિશન લેતો અને બીજા રૂપિયા તે ચીની ગેંગને USDT દ્વારા ટ્રાન્સફર કરતો હતો. આ મામલે વધારે તપાસ કરવામાં આવે તો, પોલીસને જાણવા મળ્યું કે પાર્થ કંબોડિયાથી નેપાળ ગયો હતો, અને ત્યાંથી નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
નોકરીની લાલચે કરતા હતો સાયબર ક્રાઇમ
કંબોડિયામાં આવી રીત લોકો સાથે ઠગાઈ કરવાના અનેક રેકેટ ચાલી રહ્યાં છે. જ્યાં લોકોને નોકરી કે રૂપિયાની લાલચ આપીને સાયબર ક્રાઇમ કરાવવામાં આવે છે. સુરત પોલીસ દ્વારા પાર્થને ઝપડીને આગળની તપાસ હાથ ધરી દેવામાં આવી છે. જેથી આવી કોઈ અન્ય ગેંગનો પર્દાફાશ કરી શકાય અને સાયબર ઠગોની ધરપકડ કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
આપણ વાંચો : સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો