સુરત

સુરતમાં કારની સીટ અને લાઈટમાં દારુની હેરાફેરી કરનારા ત્રણ જણ ઝડપાયા…

અમદાવાદ: ગુજરાતમાં દારૂની હેરફેર માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જોકે પોલીસની સતર્કતાના કારણે દારૂ બુટલેગરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતો હોય છે. થોડા દિવસો પૂર્વે જ સુરતમાં પોલીસે મહારાષ્ટ્રથી કારની લાઇટમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરનારાની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એક વખત પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં દારૂ ઘુસાડવા માટેનો બુટલેગરોને પુણા પોલીસે ઝડપી લીધા છે. સુરતનાં પુણા પોલીસની ટીમને મળેલી બાતમીનાં આધારે ઇન્ટરસિટિ સોસાયટીની બાજુમાં કારની અંદર ચોર ખાનાઓ બનાવીને દારૂને ઘૂસાડતા ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે દારૂની 39 બોટલો જપ્ત કરી છે, જેનું બજાર મૂલ્ય 68,143 રૂપિયા છે.

કારની અંદર ચોર ખાનું

આરોપીઓએ કારની અંદર ચોર ખાનાઓ બનાવીને દારૂની 39 જેટલી બોટલો સંતાડી હતી. પોલીસે 68,143 રૂપિયાની દારૂની બોટલો, 3 લાખની કિંમતની એક કાર અને 30000ની કિંમતનો એક મોબાઈલ સહિત કુલ 3,98,143નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત; દીકરી સાથે અડપલાંનાં કેસમાં થઈ હતી ધરપકડ…

ત્રણ આરોપીની ધરપકડ

આ કેસમાં પોલીસે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે હરીસિંહ માનસિંહ રાજપુત, હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુંડાવત અને હરીસિંહ સોહનસિંહ સીસોદીયાની ધરપકડ કરી હતી. આ અંગે સુરત શહેરનાં પુણા પોલીસ સ્ટેશનને વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button