સુરતમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસનો ખાસ એક્શન પ્લાન

સુરતઃ શહેરમાંથી દિવાળી અને છઠ્ઠના પર્વને લઈ સૌરાષ્ટ્રવાસીઓ સહિત ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં વતન પહોંચ્યા છે. જેના કારણે હાલ સુરત ભેંકાર લાગી રહ્યું છે. આ સ્થિતિમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
જે અંતર્ગત સુરત મુખ્યાલય ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી હાલ તમામ ખાલી વિસ્તારો પર 24 કલાક બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં લગાવવામાં આવેલા 800થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી હીરા બજાર, રિંગ રોડના કાપડ માર્કેટ્સ, ખાલી પડેલા કારખાનાઓ અને રહેણાંક વિસ્તારોના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.
આપણ વાંચો: Ahmedabad: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને શહેર પોલીસનો એકશન પ્લાન
કંટ્રોલ રૂમમાંથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અને પોલીસ પેટ્રોલિંગ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે.
આ ઉપરાંત વિવિધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સની આસપાસ પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. તેમજ નાગરિકોને પણ જો કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના પોલીસ મથક અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.



