માત્ર ₹50 માટે મિત્રો બન્યા હત્યારા! સુરતમાં જન્મદિવસની પાર્ટી લોહીયાળ બની...
સુરત

માત્ર ₹50 માટે મિત્રો બન્યા હત્યારા! સુરતમાં જન્મદિવસની પાર્ટી લોહીયાળ બની…

સુરત: આજકાલ માનવ જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ હત્યાના બનાવો બની રહ્યા છે. સુરતમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર 50 રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રની હત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

બર્થડેની ઉજવણીમાં ભાગે આવતા પૈસાની માંગણી કરતાં આરોપીએ તેના મિત્ર પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર, આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે કે જ્યાં મંગળવારની રાતે પાંડેસરાના લક્ષ્મીનગરમાં રહેતો 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ, તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંહના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો. આ દરમિયાન ભગતસિંહ અને તેના મિત્રોએ એક હોટલમાં જઈને પાર્ટી કરવાનું આયોજન કર્યું હતું.

જો કે બાદમાં મિત્ર અનિલ રાજભરે બિટ્ટુ પાસેથી પાર્ટીના ખર્ચ સ્વરૂપે 50 રૂપિયાની માંગણી કરી હતી, આટલી નાની રકમની માંગ હોવા છતાં બિટ્ટુ ઉશ્કેરાઇ ગયો હતો અને અનિલ રાજભરે સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી હતી.

આ દરમિયાન મિત્ર ભગતસિંહે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો અને આ દરમિયાન ભગતસિંહને અને અનિલને ચપ્પુના ઘા વાગી ગયા હતા.

આ ઘટના બાદ મૃતકના ભાઈએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા (ઉં.વ. 23) અને ચંદન કરુણાશંકર દુબે (ઉં.વ. 23)ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો…સુરતમાં 11મા ધોરણના વિદ્યાર્થીએ 12મા ધોરણના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button