સુરતમાં પ્રેમી સાથે શરીર સંબંધથી પ્રેમિકા થઈ ગર્ભવતી, કહ્યું- સાથે આપઘાત કરીશું ને પછી….
Surat Crime News: સુરતમાંથી ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયાથી સંપર્ક થયા બાદ સગીરા એક યુવકના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે નિયમિત વાતચીત થતી હતી તેમજ મળતા હતા. પ્રેમમાં પાગલ બનેલી સગીરાએ પ્રેમીને સર્વસ્વ સોંપી દીધું હતું. જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. આ દરમિયાન પ્રેમીએ અન્ય જગ્યાએ સગાઈ કરી લીધી હતી. પ્રેમીએ તેને વાતોમાં ફોસલાવી સાથે આપઘાત કરીશું તેમ કહી ત્રીજા માળે લઈ ગયો હતો, જ્યાં સગીર પ્રેમિકા કૂદી પડી હતી અને પ્રેમી ફરાર થઈ ગયો હતો.
શું છે મામલો
સુરતના વરાછામાં રહેતી એક સગીરાને સાતેક મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં તેણે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જેથી સગીરા ભાંગી પડી હતી. બે દિવસ પહેલા પ્રેમી તેને મળવા આવ્યો હતો અને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા ત્રીજા માળે લઈ ગયો હતો.
પ્રેમીએ તેને સાથે આપઘાત કરીશું તેમ કહ્યું હતું. બંને એકબીજાના હાથ પકડી મોતની છલાંગ લગાવવાના હતા. સગીરાએ કૂદકો માર્યો ત્યારે પ્રેમી હાથ છોડીને ભાગી ગયો હતો. સગીરા નીચે પટકતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવતાં ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. જેથી પરિવારજનો પણ ચોંક્યા હતા. આ અંગે તેમણે સગીરાને પૂછતાં સમગ્ર ઘટના જણાવી હતી. પોલીસ પકડથી બચવા પ્રેમીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…Gujarat Politics: વડોદરામાં ભાજપના કોર્પોરેટર સાથે પક્ષના નેતાએ જ કરી ઠગાઈ
થોડા દિવસ પહેલા સુરતમાં સોશિયલ મીડિયા દ્વારા પ્રેમમાં પડેલી સગીરાએ પ્રેમી સાથે શરીર સંબંધ બાંધતા ગર્ભવતી થઈ હતી. જે બાદ તેણે મેડિકલ સ્ટોર પરથી ગર્ભપાતની દવા ખરીદી હતી. જેના કારણે તેને ડિલિવરી થતાં ભ્રૂણને કચરામાં ફેંક્યું હતું. પોલીસે 300થી વધુ સીસીટીવી ચકાસીને ઘટના પરથી પર્દાફાશ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.