સુરતના પાકિસ્તાન મહોલ્લાનું નામ બદલાયું, જાણો હવે શું નામ રાખ્યું?

સુરતઃ શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલા અહીંના તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકાએ રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લા જે અત્યાર સુધી ‘પાકિસ્તાન મહોલ્લા’ તરીકે ઓળખાતો હતો, તેનું નામ બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લા’ કર્યું હતું.
આ મહોલ્લાનું નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. 2018માં જ સુરત પાલિકાએ આ નામ બદલવાનો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ તેનો અમલ થયો નહોતો. આ કારણે સ્થાનિકોના આધાર કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજોમાં પણ ‘પાકિસ્તાન મહોલ્લા’ નામ જ લખાઈને આવતું હતું, જેના કારણે લોકોને શરમ અને અસંતોષની લાગણી થતી હતી.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં નવી ‘હિન્દુસ્તાની મહોલ્લા’ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બદલાવથી સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી હતી. સ્થાનિકો આશા વ્યક્ત કરી કે હવે તેમના સરકારી દસ્તાવેજોમાં પણ નવું નામ જલ્દીથી નોંધાઈ જશે.
તેમ જ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાની મહોલ્લાનું નામ કાઢીને હિન્દુસ્તાની મહોલ્લો જલ્દી કરવામાં આવે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો…સુરતઃ મુખ્ય પ્રધાને ખાડી પૂરના કાયમી નિરાકરણની ખાતરી આપી