સુરતઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. સુરત નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં દંપત્તીનું મોત થયું હતું. મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ હાઇવે પર અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. માંગરોળના સિયાલજ પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં દંપતીનું મોત થયું હતું. મૃતક દંપતી મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની હોવાનું જાણવા મળ્યું હતું. દંપતી સુરતથી પોતાના વતન જતું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ગાંધીનગરમાં ડમ્પર અડફેટે મહિલાનું મૃત્યુ
ગાંધીનગરમાં ગ-5 સર્કલ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. મહિલા તેની બાળકી સાથે જઈ રહી હતી ત્યારે ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે તેની બાળકીને સારવારમાટે ખસેડવામાં આવી હતી. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.
આ પણ વાંચો…ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો
આ સિવાય ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કોલીથડ હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું હતું. શિક્ષકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.