સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસઃ માતાએ બે બાળક સાથે ટ્રેન સામે પડતું મૂક્યું | મુંબઈ સમાચાર

સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસઃ માતાએ બે બાળક સાથે ટ્રેન સામે પડતું મૂક્યું

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક સામૂહિક આપઘાતની ઘટના બની હતી. એક માતા તેના બે બાળકો સાથે માલગાડી આગળ સૂઈ ગઈ હતી. ટ્રેન અફડેટે માતાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમ જ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જોઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

મળતી વિગત પ્રમાણે 27 વર્ષીય એક અજાણી મહિલા અને તેના બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે લગભગ 12 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ નંબર 2ની આગળ એક માલગાડી ટ્રેન આગળ આવી ગયા હતા. આ ગંભીર ઘટનામાં ટ્રેન અડફેટે આવ્યા બાદ કપાઈ જવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે બંને બાળકોને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: સુરતમાં પત્નિના લગ્નેતર સંબંધોથી કંટાળેલા ઉત્તર ગુજરાતના શિક્ષકનો આપઘાત, બે માસૂમ પુત્રોની પણ કરી હત્યા

ઘટનાએ પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરતા આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં બંને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ અને રેલવે સ્ટેશનના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, અજાણી મહિલા પોતાના બંને બાળકોને લઈને સ્ટેશન પર આપઘાત કરવાને ઈરાદે પહોંચી હતી અને એક માલગાડી આગળ ટ્રેક ઉપર સૂઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. જો કે, આ મહિલા કોણ છે અને આ સમગ્ર ઘટના શું છે તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી.

થોડા દિવસ પહેલા મૃતક શિક્ષકે પત્નીના લગ્નેતર સંબંધોથી કંટાળીને બે સંતાનો સાથે સામૂહિક આફઘાત કર્યો હતો. ઉમરા વિસ્તારમાં શિક્ષકે બે માસૂમ પુત્રોની હત્યા બાદ ખુદ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button