સુરતમાં પત્ની, બાળક અને માતા-પિતા પર ઘાતકી હુમલો કરી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; પત્ની-બાળકનું મૃત્યુ…

સુરતઃ સુરતનાં સરથાણા વિસ્તારમાં ચકચાર જગાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરનાં સરથાણામાં સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુનાં ઘા કર્યા છે જેમાં પત્ની અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોલીસની પ્રાથમિક માહિતીમાં પરિવારના આંતરિક મનદુખથી આવું કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Surat: લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં નામે વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગ…
પત્ની અને બાળકનું મૃત્યુ
મળતી વિગતો અનુસાર સુરતના સરથાણા વિસ્તારનાં સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે તેના માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકનું નામ સ્મિત જિયાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકે કરેલા હુમલામાં પત્ની અને બાળકનું મૃત્યુ થયાનાં અહેવાલો છે. જ્યારે યુવક પોતે અને માતા-પિતા ઘાયલ થયા છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : Surat: દીપડાને પણ મળી આજીવન કેદની સજા!
સરથાણા પોલીસે આદરી તપાસ
આસપાસનાં લોકોએ સરથાણા પોલીસને આ બનાવની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી રહી છે. પત્ની અને બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ચાલતા ઝઘડાને કારણે આ કરુણાંતિકા સર્જાય હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકનો પરિવાર મૂળ અમરેલીનાં સાવર કુંડલાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.