સુરતના કોસંબા પાસેથી 20 વર્ષની યુવતીની સૂટકેસમાં મળી લાશ, હાથ પરના ટેટુના આધાર તપાસ શરૂ…

સુરત: જિલ્લાના કોસંબામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં રોડની બાજુથી એક ટ્રૉલી બેગ મળી આવી હતી અને જેમાથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની ક્રુર હત્યા કરીને તેના પગ બાંધીને એક ટ્રૉલી બેગમાં તેના મૃતદેહને ભરીને રોડની બાજુ પર મૂકી દેવામાં આવી હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લાના કોસંબામાં રોડની બાજુથી એક ટ્રૉલી બેગ મળી આવી હતી અને જેમાથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની ક્રુર હત્યા કરીને તેના પગ બાંધીને એક ટ્રૉલી બેગમાં તેના મૃતદેહને ભરીને રોડની બાજુ પર મૂકી દેવામાં આવી હતી. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસના અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમને સડકના કિનારા પરની બેગમાંથી મૃતદેહ મળી આવી હોવા અંગેની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરતાં અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મહિલાનું મોત થયું હોવાનું જણાઈ આવે છે. જો કે મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેના માટે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો…સુરતમાં ભાઈબીજના દિવસે જ સામાન્ય પારિવારિક ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી



