સુરતમાં બે કારીગર જ્વેલરનું 5 કરોડનું કરીને ફરાર, કઈ રીતે લગાવ્યો ચૂનો

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. બે કારીગર જ્વેલરનું 5 કરોડનું કરીને ફરાર થઈ ગયા હતા. વરાછા રોડ મીની બજાર પટેલ સમાજ ભવનની સામે હીર ગોલ્ડ ફર્મના કર્તા હર્તા પાનસુરીયા બંધુઓએ જજ્વેલરીના વેપારીની પાસેથી રૂપિયા ૫ કરોડની કિંમતનું સોનું જોબવર્ક કરવા માટે લીધા બાદ પરત નહી આપી ઉઠમણું કરીને નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે, સુરતમાં રહેતા 69 વર્ષીય મગનભાઈ વાવીયા વરાછામાં મીની બજાર ખાતે પટેલ સમાજ ભવનની સામે અમર જ્વેલર્સ સુવર્ણ મંદિર ફર્મના નામથી સોનાનો ધંધો કરે છે. મૂળ અમરેલીના સાવરકુંડલાના ઓળીયા ગામના વતની મગનભાઈ વાવિયાની પાસેથી 27 મે 2025 થી 20 ઓક્ટોબર 2025 સુધીમાં વરાછા મીનીબજાર પટેલ સમાજ ભવનની સામે, સરદાર કોમ્પ્લેક્ષમાં હીર ગોલ્ડના નામે ધંધો કરતા નીતિન ચીમન પાનસુરીયા અને તેનો ભાઈ મનીષ ચીમન પાનસુરિયાએ રૂપિયા 5 કરોડની મત્તાનું 4.22.15 ગ્રામ 24 કેરેટ સોનું જોબવર્ક કરવા માટે લીધું હતું.જે બાદ પાનસુરિયા બંધુઓ ઘરેણાં નહીં બનાવી આપી કારખાનું અને ફોન બંધ કરીને નાસી ગયા હતા. બનાવ અંગે મગનભાઇએ અશ્વનીકુમાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ અંગે મગનભાઇ વાવીયાએ જણાવ્યું હતું કે, નીતિન અને મનિષ પાનસુરિયાને કુલ 8500 ગ્રામ સોનું ઘરેણાં બનાવવા માટે આપ્યું હતું. જેમાંથી બંને ગઠિયાઓએ તેમને 4477.86 ગ્રામ સોનાના ઘરેણાં બનાવીને પરત આપ્યા હતા. જ્યારે બાકીનું 4022.15 ગ્રામ સોનુ પરત નહીં આપી બાદમાં ઘરેણાં બનાવી આપવાનો વિશ્વાસ આપીને ગલ્લા તલ્લા કરીને દિવસો પસાર કર્યા હતો અને બાદમાં કારખાનું બંધ કરીને નાસી ગયા હતા.
આ પણ વાંચો…ભુજમાં શિક્ષકને શેરબજારમાં તોતિંગ નફાની લાલચ ભારે પડી, રૂ. ૩૨.૮૨ લાખનો લાગ્યો ચુનો



