ગુજરાતમાં ઈન્કમ ટેક્સની તવાઈ: સુરતના રત્નકલાકારોથી રાજકોટના ટેક્સ પ્રેક્ટિસનર સુધી, ખોટા ક્લેઈમ કરનારાઓ રડાર પર

સુરતઃ રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ખોટી કર કપાત કરીને ઈન્કમ ટેક્સમાં રાહત મેળવતા લોકો સામે આઈટી તપાસ કરી રહ્યું છે. સુરતમાં રત્ન કલાકારો, બિઝનેસમેનો અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં આવ્યા છે. ઇન્વેસ્ટિગેશન વિંગે કેટલાક રત્નકલાકાર, જાહેર સાહસ કે બેંક કર્મી રિટર્ન ભરતી વખતે પોલિટિકલ પાર્ટી, વીમા, સ્કૂલ ફી વગેરેના આડેધડ ક્લેઇમ કરીને ટેક્સ બચાવી લેતા હતા.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવા લોકો ઉપર વોચ રાખી રહ્યું છે. માત્ર સુરતમાં નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારે ખોટા ક્લેઇમ કરીને ટેક્સ ચોરી કરતા હોવાથી તેમને ઝડપી પાડી આવનાર દિવસોમાં આવા કરદાતાઓને રડારમાં રાખી કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: વાહ બીગ બીઃ એક સમયે દેવામાં ડૂબેલા હતા ને હવે 82 વર્ષની ઉંમરે ઈન્કમ ટેક્સ ભરવામાં સૌથી આગળ
સુરતમાં ચાર સ્થળે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં વરાછા અને નાનપુરાના બે સી. એ. અને ટેક્સ કન્સલ્ટન્ટનો સમાવેશ થાય હતો. સુરત, વાપી અને ભરૂચ ખાતેના દરોડામાં 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા.
કેટલાં બોગસ રિટર્ન અને ક્લેઈમ કરાયા છે એની અધિકારીઓ યાદી બનાવી રહ્યા છે. ખોટા ક્લેઈમનો આંકડો કરોડોને પાર જઈ શકે છે. તપાસમાં સામે આવ્યા બાદ જેટલી રકમના ખોટા ક્લેઈમ હશે તેના પર ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ભરવી પડશે. હાલ રિટર્નની જે જૂની ઢબ છે તેમાં આ તપાસ શરૂ કરાઈ છે.
આપણ વાંચો: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં અપીલ માટેની લઘુતમ મર્યાદા વધારી
આ ઉપરાંત આઈ. ટી.ની ઇન્વેસ્ટિગેશન વિગ રાજકોટ, ધોરાજી, ગોંડલ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી આઈ.ટી.ની ટીમને 150 જેટલા લોકોનું લિસ્ટ મળ્યું હતું. હવે આ લોકોને સમન્સ પાઠવી ટેક્સ ભરવા જાણ કરવામાં આવશે.
જે રાજકીય પક્ષોને કરદાતાઓએ દાન આપ્યા છે, તેમાંથી અનેક પાર્ટીઓના નામ સ્ક્રુટીનીમાં નામ ખુલ્યા છે. જેમાં રાષ્ટ્રીય નાગરિક પાર્ટી, લોકશક્તિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતા પાર્ટી, નવસર્જન, ભારત પાર્ટી,અપના દેશ સહિત 20 જેટલી પાર્ટીના નામ આવકવેરા વિભાગ પાસે આવ્યા હતા. નાની પોલિટિકલ પાર્ટીને ફંડ આપીને સીએ જેવા આઇટીના નિષ્ણાંતોની મદદ લઈને કર ચોરી કરવામાં આવતી હતી.