સુરત

સુરતમાં Hit & Run માં બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનારો આરોપી ઝડપાયો…

Surat Crime News : ડાયમંડ નગરી સુરતમાં હિટ એન્ડ રનમાં બે સગાભાઈઓને મોતને ઘાટ ઉતારનારા આરોપી કાર ચાલક કીર્તન ડાખરાની ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ કાર ચલાવી રહેલો યુવક ફરાર થઈ ગયો હતો. શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોત થયા હતા.

Also read : સુરતમાં નબીરાએ કાર ડિવાઈડર કુદાવી 5 વાહનોને અડફેટે લીધા: 2 સગા ભાઈઓનાં મોત…

શું છે ઘટના

સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Also read : અમદાવાદ રેલવે ડિવિઝનને ફળ્યો મહાકુંભ: એક મહિનામાં થઈ કરોડોની આવક…

અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો, જ્યારે કારમાં રહેલા યુવક ઝડપાયો હતો. જેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 7 ફેબ્રુઆરીએ એક યુવતી અને સાત યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હતી. દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતાં નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલી ગયો હતો. અકસ્માત સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button