સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના; 6 લોકો દાઝ્યા

સુરતઃ સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની દુર્ઘટના ઘટી છે. આજે વહેલી સવારે સુરતના પુણા ગામની સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડરમાં પ્રચંડ ધડાકો થતા આજુબાજુના બે રૂમમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 લોકો દાઝ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
સુરતનાં પુણા ગામની ઘટનાmપ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં પુણા ગામમાં આવેલી નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પ્રચંડ ધડાકાથી આસપાસના વિસ્તારમાં લોકો જાગી ગયા હતા અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. આથી, ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં પરિવારના છ લોકો દાઝી ગયા હતા. બાજુના રૂમમાં આવેલા એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોય બે રૂમમાં આગ લાગી હતી. મળતી વિગતો અનુસાર આ પરિવાર મૂળ રાજસ્થાનનો છે અને હાલ સુરતના પૂણાગામમાં રહે છે.
Also read: સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા; બેની હાલત ગંભીર…
ત્રણની હાલત ગંભીરઆ દુર્ઘટનામાં છ લોકો દાઝ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલો નથી.