સુરતમાં દારુની હેરાફેરીમાં કિન્નર સહિત ચારની ધરપકડ, પોલીસે બે લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો

સુરત: ગુજરાતના સુરતમાં સચીન પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં કિન્નર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી બે લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે પોલીસને મળેલી માહિતીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ લોકો સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હતા. તેમજ પોલીસે ગુનો નોંધીને
તપાસ શરુ કરી છે.
એક કિન્નર પર સંડોવાયેલો
આ અંગે પોલીસને માહિતી મળી હતી કે ચાર લોકો દારૂનો ધંધો કરે છે. પોલીસે આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે
આ સમગ્ર હેરાફેરીમાં એક કિન્નર પર સંડોવાયેલો છે. જેથી પોલીસે આ ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બિયર અને દારુનો બે લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસને કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
આ ઉપરાંત પોલીસને કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ચાર લોકો લાંબા સમયથી દારૂનો ધંધો કરતા હતા.તેમજ કિન્નર સહિત ત્રણ લોકો કારમાં દારૂ રાખીને અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હતા. પોલીસે આ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારુની હેરાફેરી માટે વપરાતી કાર પણ કબજેમાં લીધી છે.
આપણ વાંચો: મોડાસામાં ગમખ્વાર અકસ્માત: માઝૂમ નદીમાં કાર ખાબકતા 3 યુવકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત