સુરત

સુરતના મહિલા પીએસઆઈએ પટેલ સમાજ માટે આંખ ઉઘાડનારી કરી વાત, જુઓ વાઈરલ વીડિયો…

સુરત: ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બેરોકટોક દારુ પીવામાં આવે છે, જ્યારે પ્રશાસન પણ તેના માટે કડક કાર્યવાહી કરે છે છતાં આ દૂષણ અટક્યું નથી. તાજેતરમાં સુરતનાં મહિલા પીએસઆઈએ દારુ પીવાના દૂષણ મુદ્દે પટેલ સમાજના આગેવાનોને અપીલ કરતા મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSIનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ પટેલ સમાજના યુવાનોમાં વ્યસનના દૂષણ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

Also read : ACBના વડા તરીકે IPS પિયુષ પટેલની વરણી, જાણો કોણ છે

હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા ઉર્વિશા મેંદપરાનો પાટીદાર સમાજનાં એક કાર્યક્રમ દરમિયાન સમાજને ટકોર કરી રહ્યા છે. તેમણે સમાજની અંદર વ્યસનના દૂષણમાં અને સાયબર ફ્રોડમાં પટેલ સમાજના યુવાનો વધુ હોવાની વાત કરી છે.

નશામાં પકડાયેલા 10 યુવાન પટેલ સમાજના
તેમણે કહ્યું હતું કે, હું સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું તો, સાંજે અમે નશાની હાલતમાં હોય તેના કેસ કરવાની કામગીરી કરીએ છીએ. આ દરમિયાન અમે ટાર્ગેટ પર નીકળતા હોઈએ છીએ અને તે દરમિયાન જે 15 છોકરા લાવીએ છીએ તેમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને ખૂબ દુખ થાય.

Also read : અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન

શું કામે પતન તરફ જવાનું?
તેમણે આગળ કહ્યું હતું કે, “પછી તમે હાથ જોડો છો કે સાહેબ તમે તો પટેલ છો. પાછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો. આથી મને વધુ ગુસ્સો આવે છે, હું કહું છું કે આમને કોઇની પણ ભલામણથી ન છોડતા, એક રાત લોકઅપમાં રહેશે તો એને ખ્યાલ આવશે લે આ ન કરાય. આ ખૂબ જ વિચારવા જેવી વાત છે. પૈસા છે તો સારી જગ્યાએ વાપરો. સાયબરના નોંધાતા કેસમાં 50 કેસ પટેલ સમાજના હોય છે, શું કામે અવળા રસ્તે ચડો છો? શું કામ પતન તરફ જવાનું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button