સુરત

સુરતમાંથી 900 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો, ડેરી અને વેરહાઉસ સીલ કરાયું…

સુરત: ગુજરાતના સુરતમાંથી પોલીસ અને ફૂડ વિભાગની ટીમે મોટી માત્રામાંનકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. જે લોકોના આરોગ્ય માટે ખતરારૂપ હતો. આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ અને ફૂડ વિભાગની ટીમોએ સુરતની એક પ્રખ્યાત ડેરીના બે યુનિટમાંથી આશરે 900 કિલો નકલી પનીર જપ્ત કરી અને તેને પરીક્ષણ માટે મોકલ્યું છે. સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ડેરી સંચાલકો સસ્તા રસાયણોનો ઉપયોગ કરીને નકલી પનીર બનાવીને જાહેર આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

ડેરીના વેરહાઉસ પર દરોડો

આ અંગે મળતી માહિતી મુજબ સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગે સુરતના ખાટોન્દ્રા એક્સટેન્શનમાં સુરભી ડેરીના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો. જેમાં 900 કિલો નકલી પનીર મળી આવ્યું હતું. જેની અંદાજિત કિંમત આશરે 2 લાખ છે. તેમજ ઘટનાસ્થળે હાજર ડેરી સંચાલકે પૂછપરછ દરમિયાન નકલી પનીર હોવાની પુષ્ટિ કરી છે.

7 લિટર એસિટિક એસિડ મળી આવ્યું

જયારે આ દરોડો પાડવામાં આવ્યો ત્યારે નકલી પનીર બનાવવામાં આવી રહ્યું હતું. તેમજ આ સ્થળેથી 430 કિલો માખણ, 600 લિટર દૂધ, 90 લિટર તેલ, 200 કિલો શંકાસ્પદ પનીર અને 7 લિટર એસિટિક એસિડ મળી આવ્યું હતું. એસિટિક એસિડનો ઉપયોગ દૂધને દહીં કરવા માટે પનીર બનાવવા માટે કરવામાં આવતો હતો. જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

વેરહાઉસ, ફેક્ટરી અને દુકાનને સીલ કરી દીધી

અધિકારીઓ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 200 કિલોથી વધુ નકલી પનીર બનાવવામાં આવી રહી હતી અને શહેરના બજારો, હોટલો, રેસ્ટોરન્ટ્સ અને શેરી વિક્રેતાઓને અડધા ભાવે વેચવામાં આવ્યું હતું. જેમાં દરોડાના બે દિવસ પછી આરોગ્ય વિભાગે આખરે સુરભી ડેરી પર કડક કાર્યવાહી કરી તેના વેરહાઉસ, ફેક્ટરી અને દુકાનને સીલ કરી દીધી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button