સુરતમાં ઈડીની મોટી કાર્યવાહી, 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં ઈડીની મોટી કાર્યવાહી, 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ

સુરત: સુરતમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓ લોકોને ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે લોકોને નોટીસ મોકલતા હતા. ઈડીએ આ કેસની તપાસ સુરત પોલીસના એસઓજીમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરી હતી. ઈડીએ મની લોન્ડરિંગ કેસ અંતર્ગત ચાર આરોપીઓ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશિફ મકબુલ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી છે.

ઈડી અને સુપ્રીમ કોર્ટની નોટીસ મોકલતા

આ અંગે મળતી માહિતી મુજબ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર તેમનો પુત્ર કાશિફ અને બાસમ મકબુલ પોતાના સાથી મહેશ દેસાઈ સાથે મળીને અનેક પ્રકારના સાયબર ફ્રોડને અંજામ આપ્યો છે. જેમાં સાયબર ફ્રોડ, ડિજીટલ એરેસ્ટ, ફોરેકસ ટ્રેડીંગ, ઈડીની અને સુપ્રીમ કોર્ટની નકલી નોટીસ મોકલતા હતા. જેમાં અનેક લોકો ફસાયા હતા.

પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો

ઈડીના જણાવ્યા અનુસાર આરોપી પોતાનામાં કર્મચારીઓ અને સાથીઓના નામ પર નકલી બેંક એકાઉન્ટ ખોલતા હતા. જેમાં ફ્રોડના નાણા જમા કરાવ્યા હતા. તેની બાદ તેમના એકાઉન્ટ ઓપરેટ કરવા તેમજ વાસ્તવિક ઓળખ છુપાવવા માટે પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ચાર આરોપીઓને પાંચ દિવસ માટે ઈડી કસ્ટડી

આ ઉપરાંત આરોપીઓએ ફ્રોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી હતી અને હવાલા રૂટ દ્વારા તેને લોન્ડરિંગ કર્યું હતું. જયારે અમદાવાદની મની લોન્ડરિંગ કોર્ટે ચાર આરોપીઓને પાંચ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલ્યા છે. જયારે ઈડી આ સમગ્ર કેસની તલસ્પર્શી તપાસમાં જોતરાઈ છે.

આપણ વાંચો : સુરતના ભટાર ફ્લાય ઓવરબ્રિજના એપ્રોચ પર 5 ફૂટ ઊંડું ગાબડું પડ્યું…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button