સુરત

ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં વિલંબ: સુરત મનપાએ બેદરકાર કોન્ટ્રાક્ટરને કરોડોનો દંડ ફટકાર્યો…

સુરત: શહેરનું ઘરેણું ગણાતા ડુમસ બીચના કાયાકલ્પ માટે હાથ ધરવામાં આવેલ ‘ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’માં થઈ રહેલા અસહ્ય વિલંબને પગલે સુરત મહાનગરપાલિકા લાલઘૂમ થઈ છે. પ્રોજેક્ટના ઝોન-1ના કામમાં બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટર એજન્સી એમ. પી. બાબરિયા પર રૂ. 3.32 કરોડનો તોતિંગ દંડ ફટકાર્યો હતો.

એટલું જ નહીં, જો કામમાં સુધારો નહીં થાય તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી જયેશ એ. દલાલ પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ સામે પણ કડક પગલાં લેવાની નોટિસ આપવામાં આવી હતી.

માર્ચ 2024માં આ પ્રોજેક્ટ અંતર્ગત ઇકો-ટૂરિઝમ પાર્ક અને રિક્રિએશનલ ડેવલપમેન્ટની જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. અનેક વખતની લેખિત અને મૌખિક સૂચનાઓ છતાં કામની ગોકળગતિ ધીમી રહી હતી.

ગત 9 ઓક્ટોબરના મેયર, કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 15 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, 8 ડિસેમ્બરના રોજ કમિશનર દ્વારા કરવામાં આવેલી સીધી તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો…સુરતના ડુમસ બીચ પર મર્સિડીઝ ફસાઈ, બહાર કાઢવા ક્રેઈન બોલાવવી પડી…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button