સુરતમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાવા મુદ્દે શું થયો મોટો ખુલાસો?

સુરતઃ તાજેતરમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. પાટીદારોના ગઢ ગણાતા પુણા વિસ્તારમાં ધમધમતી ફેક્ટરીનું લંડન કનેકશન સામે આવ્યું હતું. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાટીદાર યુવકની કબૂલાત બાદ પોલીસે પુણા વિસ્તારમાં એક મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. સુરત એસઓજીએ લેબ પર દરોડો પાડીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. હાલ કેસની તપાસ ચાલી રહી છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
એસ.ઓ.જી.ની ટીમે મુખ્ય કેમિસ્ટ બ્રિજેશ ભાલોડીયાને સાથે રાખીને એથર કંપનીમાં તપાસ કરી હતી. બ્રિજેશ એથર કંપનીમાં છેલ્લા 4 વર્ષથી નોકરી કરે છે અને તેનો મહિનાનો પગાર રૂ30 હજાર છે. દિલ્હીથી પરત આવી રહેલી ઈશા અણઘણનું પોલીસ નિવેદન લેશે.આ ઉપરાંત લેબના લાયસન્સની પણ પોલીસ ચકાસણી કરશે પોલીસ દ્વારા લેબના સીસીટીવી ફૂટેજ મેળવીને પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એસ.ઓ.જીની ટીમે તાજેતરમાં મોડી રાત્રીના સમયે પર્વત પાટીયા કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી ફૂડ એન્ડ એનાલીસીસના નામે ચાલતી ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ ડીકિયા લેબમાં રેડ કરીને મોટા પાયે હાઈ પ્યુરીટી બ્લ્યુ ક્રિસ્ટલ એમ.ડી.ડ્રગ્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
જોકે આ કેસમાં સચિનની એથર કંપનીમાં સીનીયર કેમિસ્ટ તરીકે નોકરી કરતા બ્રિજેશ વ્રજલાલ ભાલોડીયાની મુખ્ય ભૂમિકા હતી. તે સચિનની એથર કંપનીમાં સીનીયર કેમિસ્ટ તરીકે નોકરી કરે છે અને તે અમુક કેમિકલની ચોરી કરીને ડીક્રિયા લેબમાં લઈ આવતો હતો અને બાકીનું કેમિકલ ઓનલાઈન મંગાવીને બલ્યુ એમ.ડી.ડ્રગ્સ બનાવતો હતો.જોકે આ લેબ સુરતના લક્ઝરી બસ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણની પુત્રી ઈશા અણઘણ એ ભાડેથી રાખી હતી. જેમાં આ કેસમાં મુખ્ય સૂત્રધાર જનક જાગાણીના કહેવાથી ઇશાએ અમુક ભાગ બ્રિજેશને પેટા ભાડૂત તરીકે આપ્યો હતો.
એસ.ઓ.જી ટીમે બ્રિજેશ ભાલોડીયાને સાથે રાખીને એથર કંપનીમાં તપાસ કરી હતી.તે છેલ્લા 4 વર્ષથી એથર કંપનીમાં સીનીયર કેમિસ્ટ તરીકે ફરજ બજાવે છે. તેનો મહિનાનો પગાર રૂ.30૦ હજાર છે. જોકે આ કેસમાં ઈશાની શું ભૂમિકા છે તે તપાસવા માટે એસ.ઓ.જી ઈશાનું નિવેદન નોંધશે. ઇશા હાલમાં દિલ્હીમાં છે અને એસ.ઓ.જીમાં નિવેદન લખાવવા માટે આવશે. જોકે પોલીસે માટે લેબના સી.સી. ટી.વી.ફૂટેજ મહત્વના પુરાવા સાબિત થશે.
આ પણ વાંચો…હર્ષ સંઘવીના જ શહેરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પાટીદારોના ગઢમાં ધમધમતી ફેક્ટરીનું લંડન કનેક્શન…



