સુરત હીરા ચોરી કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણીને ચોંકી જશો

સુરત: ડાયમંડ નગરી સુરતમાં જન્માષ્ટમીની રજાનો લાભ ઉઠાવી તસ્કરોએ દિલધડક ચોરીને અંજામ આપ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ઘટનામાં મોટો વળાંક આવ્યો હતો. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ શંકાના ઘેરામાં આવ્યો ગહતો.. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી.
આ પણ વાંચો: સુરતમાં હીરાની કંપનીમાં કટરથી તિજોરી કાપી ૨૦ કરોડથી વધુના હીરા-રોકડની ચોરી, CCTV-DVR પણ લઈ ગયા
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 17 ઓગસ્ટ, રવિવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.સન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા, જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, અને મુંબઈ કે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
લીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂ. 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ. 5 લાખ આપવાના બાકી હતા. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા વેપારી દ્વારા આવા પ્રકારનું તરકટ શા માટે રચવામાં આવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ટૂંક સમયમાં જ પોલીસ આ અંગે મોટો ખુલાસો કરશે.
શું હતો મામલો
સુરતમાં જન્માષ્ટમીની રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને ૨૦ કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને કટરથી કાપી હતી અને 20 કરોડથી વધુના હીરા, રોકડની ચોરી કરી હતી. જો કે તેની સાથે જ તસ્કરો કંપનીની ઓફીસના સીસીટીવી-ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.