સુરતમાં પ્રેમિકાની હત્યા કરનારા પ્રેમીએ કર્યો મોટો ખુલાસો

Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસ પહેલાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર પ્રેમીએ પ્રેમિકાનું ચપ્પુ વડે ગળું કાપી નાંખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું હતું. આ ઘટના બની તે પહેલાંનો એક વીડિયો હાલ વાઇરલ થયો છે. જેમાં આરોપી તેના પ્રેમસંબંધ અને બ્રેકઅપની વાત કરતો જોવા મળે છે.
હાલ આ કેસની પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસને એક વીડિયો હાથ લાગ્યો હતો. જેમાં યુવક, તું મારી નહીં થાય તો તને કોઈની પણ નહીં થવા દંઉ તેમ કહી રહ્યો છે. પ્રેમિકાએ તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દેતાં વીડિયોમાં નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં NSUI હોદ્દેદારોનો ખંડણી કાંડ! કોલેજ સંચાલકોને ધમકી આપી રૂ.1 કરોડ માંગ્યા
પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી અને આરોપી સુરેશ છેલ્લાં છ વર્ષથી પ્રેમસંબંધમાં હતાં, પરંતુ થોડા દિવસ પહેલાં જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ જતાં સુરેશ નારાજ થયો હતો અને હત્યાને અંજામ આપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યા પાછળનું પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે આરોપી સુરેશ તેને કહેતો હતો, તું મારી નહીં થાય તો તને કોઈની પણ થવા દઈશ નહીં.
હત્યા પહેલાં તેને એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તે સ્પષ્ટ કહી રહ્યો છે હત્યા પહેલાં શું થયું હતું. શેના કારણે બંને વચ્ચે સંબંધો બગડ્યા હતા. આ વીડિયો કારમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં સુરેશ પોતાનું દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોમાં તે પ્રેમિકા પર આરોપ મૂકે છે કે તેણે બીજા યુવક સાથે સગાઈ કરી, સોશિયલ મીડિયામાં તેને બ્લોક કરી દીધો અને જુદી જિંદગી શરૂ કરવાની તૈયારીમાં હતી. પ્રેમિકાએ તેને પોતાની જિંદગીમાંથી દૂર જવાની સલાહ આપી હતી.