સુરત

સુરતમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનારની હવે ખંડણી કેસમાં ધરપકડ…

સુરત: સુરત પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનાર વ્યક્તિની હત્યાના પ્રયાસના બીજા એક કેસમાં ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, સલમાન ખાનના નજીકના ગણાતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ સુરત સ્થિત ઈસરાર ખાન ઉર્ફે છોટેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે કારમાં મુસાફરી કરતી વખતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી રહ્યો હતો. ઈસરાર ખાન ઉર્ફે છોટેની પોલીસે હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરી છે.

દુકાનદાર પાસેથી 10 હજારની ખંડણી માંગી
ત્યારે હાલમાં કુખ્યાત ઈસરાર ખાને તેના ભાઈ સાથે મળીને 10 હજાર રૂપિયાની ખંડણી ન ચૂકવવા બદલ બેકરી માલિક પર હુમલો કર્યો હતો. સુરતની ભેસ્તાન પોલીસની માહિતી મુજબ પાટિયામાં ખલીકુલ મહેતાબ શેખ નામનો વ્યક્તિ બેકરી ચલાવે છે. રવિવારે સાંજે ખલીકુલ શેખ તેની દુકાન પર હતો ત્યારે ઈસરાર અને તેનો ભાઈ 4 લોકો સાથે દુકાન પર આવ્યા અને કહ્યું કે જો તે અમારા વિસ્તારમાં બેકરી ચલાવવા માંગે છે. તો તેણે દર મહિને 10 હજાર રૂપિયાની હપ્તો ચૂકવવો પડશે. જોકે ખલીકુલ શેખે હપ્તો ચૂકવવાનો ઇનકાર કરતાં ચારેય આરોપીઓએ તેના પર હુમલો કર્યો અને છરીના ઘા માર્યા હતા.

પોલીસે ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો
ખલીકુલ શેખની ફરિયાદના આધારે, સુરતની ભેસ્તાન પોલીસે ઈસરાર ઉર્ફે છોટે અને ઈર્શાદ ઉર્ફે બડે સહિત 4 લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ખંડણી માંગવાનો કેસ નોંધ્યો છે અને ઈસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે. તેમજ ભેસ્તાન પોલીસ આરોપી છોટેને લઈને તે વિસ્તારમાં પહોંચી અને સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રશન કર્યું હતું. જેની બાદ આરોપી હાથ જોડીને લોકોની માફી માંગતો જોવા મળ્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button