સુરતમાં પોલીસે 3 આરોપી પર ‘અત્યાચારો’ ગુજારતા કોર્ટે કેસ નોંધવાનો આપ્યો આદેશ, જાણો વિગતો…

સુરતઃ ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. કોર્ટે લૂંટના મામલે ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીને યાતના આપવા મામલે સુઓમોટો લેતા ચાર પોલીસકર્મી પર કેસ દાખલ કર્યો હતો. તેમના પર આરોપીઓના ગુપ્તાંગ પર પેટ્રોલ અને મરચાનો પાવડર છાંટીને પીડા આપવાનો તથા મારપીટનો આરોપ છે. કોર્ટે 26 માર્ચે ત્રણેય આરોપીના નિવેદનના આધારે ખૂદ તપાસ કરી હતી અને પોલીસકર્મી સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે ત્રણેય આરોપી અને એક ડૉક્ટરના નિવેદન પર વિચારણા કરી હતી. આ દરમિયાન કોર્ટમાં મેડિકલ રેકોર્ડ સહિત અનેક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોર્ટે પોલીસકર્મીઓએ જાણી જોઈને ઈજા પહોંચાડવાનું તથા ડરાવી-ધમકાવાના હેતુથી અંજામ આપ્યો હોવાનું નોંધ્યું હતું. લૂંટના ત્રણેય આરોપીએ કોર્ટમાં તેમને હાથ પગ બાંધીને તથા બેલ્ટથી ફટકાર્યા હોવાનું અને અસહનીય પીડા આપી હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો : બેંકનાં ખોટા લેટરપેડનો ઉપયોગ બદલ સુરતનાં ભાજપ નેતાની ધરપકડ; પક્ષે કર્યા સસ્પેન્ડ…
આ ઉપરાંત, ત્રણેય આરોપીએ કહ્યું કે, પોલીસે તેમને જો કોર્ટમાં ફરિયાદ કરશો તો તમારા પર અન્ય ખતરનાક કલમો સામે પણ કેસ નોંધવામાં આવશે. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ લૂંટના ત્રણ આરોપીઓના હાથ, પગ અને શરીરના પાછળના ભાગ ઈજા પહોંચાડી હતી તેમ જ ગુપ્તાંગમાં મરચાનો પાવડર અને પેટ્રોલ નાંખ્યું હતું. ત્રણેય આરોપીની 28 જાન્યુઆરીએ સોનાના પેંડલની લૂંટના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.