માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસઃ સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા…

સુરતઃ શહેરના માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. નવરાત્રી દરમિયાન અહીંના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. બે આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે.
Also read : Surat માં કરાયો અનોખો વિરોધ, પત્ની પીડિત પતિઓએ પુરૂષ આયોગની માંગ કરી…
સુરત કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા
માંગરોળમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. 15 દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી અને 17 જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા.
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8મી ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પોતાના મિત્ર સાથે બાઈકમાં બહાર નીકળી અને એક નિર્જન જગ્યાએ બન્ને બેઠા હતા ત્યારે ત્રણ નરાધમોએ મિત્રને માર મારી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
Also read : Surat: દીપડાને પણ મળી આજીવન કેદની સજા!
સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ઘરી હતી. પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સઘન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતાં.