સુરત શહેરમાં 9.53 ઈંચ વરસાદથી જળબંબાકાર, રાજ્યમાં 135 તાલુકામાં મેઘ મહેર | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝસુરત

સુરત શહેરમાં 9.53 ઈંચ વરસાદથી જળબંબાકાર, રાજ્યમાં 135 તાલુકામાં મેઘ મહેર

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા બાદ મેઘરાજાએ સુરતને બાનમાં લીધું હતું. સુરત જિલ્લામાં પર મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 9.53 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. વરસાદના પગલે માત્ર સુરત શહેર જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધી 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં સૌથી વધુ 9.53 ઈંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં 7.36 ઈંચ, પલસાણામાં 6.3 ઈંચ, બારડોલીમાં 4.8 ઈંચ, ડોલવણમાં 4.29 ઈંચ, ઓલપાડમાં 4.21 ઈંચ વરસાદ પડ્યો હતો.

https://twitter.com/WesternIndiaWX/status/1937127407808639059

આ સિવાય બોરસદમાં 3.62 ઈંચ, ચોર્યાસીમાં 3.54 ઈંચ, સુરતના માંગરોળમાં 3.15 ઈંચ, સુરતના માંડવીમાં 3.03 ઈંચ, ખંભાતમાં 2.87 ઈંચ, નવસારીમાં 2.72 ઈંચ, જેતપુર પાવીમાં 2.4 ઈંચ, વ્યારામાં 2.36 ઈંચ, વાડોલમાં 2.28 ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, વાંકાનેરમાં 2.09 ઈંચ, નડીયાદમાં 2.05 ઈંચ, સુરતના મહુવામાં 2.01 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ વિસાવદરમાં જીત બાદ વિધાનસભામાં આપના 5 ધારાસભ્યો, ભાજપનું સંખ્યાબળ 162…

આ સિવાયના 116 તાલુકામાં 1.97 ઈંચથી લઈ 0.04 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. 93 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button