Surat: લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં નામે વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગ…
સુરત: સુરતનાં ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં એક વેપારીને રસ્તામાં જ અટકાવીને ફોન ઉપર વાત કરાવ્યા બાદ હું લોરેન્સ બિશ્નનોઇ બોલુ છુ. એમ કહી કાલે 50 પેટી તૈયાર રાખજે નહીતર મારી દઈશ તેવી ધમકી મારી હતી. જે અંગે ભોગ બનનારા મહારૂદ્ર ઠાકુરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે ડીંડોલી પોલીસે બે સગીર તથા વૈભવ શિવબહલ સિંગ અને આદિત્ય ધુપપ્રસાદ ગોંડની ધરપકડ કરી લેવામાં આવી છે.
રસ્તામાં રોકી આપી ધમકી
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં ડિંડોલી અંબિકા પાર્કમાં રહેતા મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુર ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જેઓ શનિવારે રાત્રે બાઇક પર ઘર તરફ જઇ રહ્યા હતા તે સમયે બાઇક પર એક શખ્સ આવ્યો હતો. તેણે મહારૂદ્રને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને તારું નામ રામબોલ ઠાકુર છે? એમ પૂછ્યું હતું અને મહારૂદ્રે હા પાડતા તેણે પોતાના ફોન પર અન્ય વ્યકિત સાથે વાત કરાવી હતી.જેમાં ફોન પર વાત કરનારે,‘હું લોરેન્સ બિશ્નનોઇ બોલુ છું. તું રામબોલ ઠાકુર છે ને કાલે 50 પેટી તૈયાર રાખજે નહીતર ઠોકી દઈશ,’
આ પણ વાંચો : મોરબીના શનાળા રોડ પર સ્પાના નામે ધમધમતું કુટણખાનું પકડાયું
પોલીસ સ્ટેશનમાં જ આપી ધમકી
ત્યારબાદ આ અંગે ભોગ બનનાર મહારૂદ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ ફરિયાદ નોંધાવી રહ્યા હતા તે સમયે ફરી એકવાર ખંડણી માગનાર શખ્સનો ફોન આવ્યો. આ વખતે તેમને પોતાના ઓફિસમાં પ્રોટેકશન મની મોકલવાની ચેતવણી આપી અને ના મોકલીએ તો તેમના ઘરે ફાયરિંગ કરવાની ધમકી આપી. આ સમગ્ર ઘટનાએ પરિવારને વધુ ભયભીત બનાવી દીધા હતા.
આરોપીની ધરપકડ
પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી અને એક બાળ કિશોર આરોપીની અટકાયત કરીને ગુના સંબંધમાં પૂછપરછ કરતા બાળ કિશોર ભાંગી પડ્યો અને આ ગુનો આચરવામાં પોતાના અન્ય ત્રણ મિત્રો જેમાં એક બાળ કિશોર રહે, પાંડેસરા, સુરત તથા વૈભવ રાજપુત રહે, પાંડેસરા, સુરત તથા આદિત્ય ઉર્ફે આદિ ગોંડે રહે, પાંડેસરા, સુરતનાઓએ મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારુ ગુનો આચરેલાની કબુલાત કરી.