લીકર મામલે રકઝક થતા સુરતના ઉદ્યોગપતિ સહિત બેની ધરપકડઃ દીકરાએ પોલીસ પર કર્યો હુમલો | મુંબઈ સમાચાર
સુરત

લીકર મામલે રકઝક થતા સુરતના ઉદ્યોગપતિ સહિત બેની ધરપકડઃ દીકરાએ પોલીસ પર કર્યો હુમલો

સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગતિ સમીર શાહના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હોટેલ પાસેથી એક વાહનમાં લીકરના કેન મળી આવ્યા હતા. આ સંદર્ભમાં સુરત પોલીસે સમીર શાહ સહિત બેની ધરપકડ કરી હતી.

અલથાણ વિસ્તારમાં આવેલી હોટેલમાં ગુરુવારે ઉદ્યોગપતિનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સમયે શાહના 19 વર્ષીય પુત્રએ મિત્રો સાથે હોટેલની બહાર પડેલા વાહનમાં લીકર પીવાનું શરૂ કર્યું હતું.

ખબર મળતા પોલીસની ટીમ આવી હતી અને તેમણે તેમનો લીકર પીતો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આથી તેમના પુત્રએ બહાર આવી પોલીસ સાથે ગેરવર્ણૂક કરી હતી. દરમિયાન શાહ બહાર આવ્યા હતા અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. જોકે તેમણે પણ પોલીસને મારી ઉપર સુધી પહોંચ છે, તેવી ધમકી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અહીં બે મહિલા પણ આવી હતી અને તેમણે પોલીસને યુવાનને બાળક સમજી જવા દેવાની વિનંતી કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર તેમની કારમાંથી રૂ. 1,350ની કિંમતના આલ્કોહોલ કેન્સ, સાત મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે એલ સ્ટીકરવાળી કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એક આલ્કોલ મળ્યા બાબતે અને બીજો પોલીસ પર હુમલો કર્યાના એમ બે કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા. લીકર પહોંચાડનારાની ધરપકડ કરવામાં આવી છે અને તેણે કહ્યું કે લીકર સમીર શાહે મંગાવ્યો હતો, આથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.

શાહના પુત્રએ બ્રીધ એનાલિસિસ ટેસ્ટ ક્લિયર કર્યો નથી. તેના બ્લડ અને યુરિનના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ બીજીવાર તેણે પોલીસ પર હુમલો કર્યો છે. તેને નોટિસ મોકલવા અંગે અને ધરપકડ કરવા અગે પોલીસ વિચારી રહી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button