Top Newsસુરત

સુરતના અબજોપતિ બિલ્ડરે દીકરીના 4 દિવસ પહેલાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ…

સુરત: શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમણે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બિલ્ડર તુષાર ઘેલાણી

મળતી વિગતો અનુસાર, સુરતના સિટીલાઇટ સ્થિત જાણીતા બિલ્ડરે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરી લીધો હોવાની ઘટના બહાર આવી છે. ગોળી છૂટવાના અવાજને સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને બિલ્ડર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરિજનોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાલ વધુ તપાસ હાથ ધરી હતી.

થોડા દિવસ પૂર્વે અમદાવાદમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ ગોહિલની ગનમાંથી ભૂલથી છૂટી ગયેલી ગોળી પત્ની રાજેશ્વરીને લાગી જતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની વિગતો અનુસાર મોડી રાત્રે યશપાલ પોતાની ગન હાથમાં લઈ ફેરવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમાંથી ગોળી છૂટી હતી અને તેમના પત્ની રાજેશ્વરીને લાગી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. યશપાલે 108 ઈમરજન્સી નંબરને ફોન કર્યો હતો અને ટીમ તાબડતોબ આવી હતી. ઈમરજન્સી ટીમે પત્નીને મૃત જાહેર કરતા યશપાલને આઘાત લાગ્યો હતો. ટીમના સભ્યો બહાર નીકળ્યા જ હતા ત્યાં યશપાલે પણ પોતાની જાત પર ગોળી ચલાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button