સસરાને લૂંટવા નીકળેલા જમાઈને રીઢા ગુનેગારે નકલી જેલર બનીને લૂંટ્યો! પણ અંતે ફૂટ્યો ભાંડો..

સુરત: ગુનેગારો નિતનવા કિમિયા અપનાવીને ગુનાહિત કૃત્યને અંજામ આપતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક બિલ્ડરે તેના સસરાને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અંતે સસરાની ફરિયાદના આધારે પોલીસે તેણે ઝડપી પાડ્યો હતો અને જેલમાં ધકેલી દીધો હતો. પરંતુ આ દરમિયાન હવે નકલી જેલર બનીને જેલમાં વીઆઈપી સુવિધા આપવાના નામે લૂંટનો કિસ્સો સામે આવ્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર, સુરતના બિલ્ડરને સંબંધે જમાઈ થતાં ત્રણ આરોપીઓએ મળીને હનીટ્રેપ કેસમાં ફસાવ્યા હતા અને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા. તેમાંથી તેમણે પાંચ લાખ પડાવ્યા હતા. આરોપીઓમાં જમાઈ જય ડાંગર અને તેના અન્ય સાથીઓ પ્રશાંત કાછડિયા અને સ્મિત ધોળકિયા શામેલ હતા. જયના અન્ય બે સાથીઓના ત્રાસથી એક યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કોર્ટ દ્વારા ત્રણે આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન હવે જેલમાં બંધ સ્મિત ધોળકિયાના પત્નીને જેલમાંથી કોલ આવ્યો હતો અને કોલ કરનાર વ્યક્તિ જેલર બોલી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપમાં જેલમાં બંધ તેમના પતિને વીઆઈપી સુવિધા આપવા માટે 15 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેલના કેદી સ્મિતનાં પત્નીએ લાજપોર જેલના જેલર પરષોત્તમ ચાવડા પર 15 હજાર રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
અંતે પોલીસે ફોન નંબરના આધારે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન નંબર અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું હતું. આ નંબર નરેન્દ્ર ત્રિવેદી નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું અને એસઓજીએ તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને છ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આ તમામ ફરિયાદોમાં તે નકલી અધિકારી, નકલી પોલીસ બનીને લોકોને લૂંટતો હોવાનો આરોપ હતો.
આ પણ વાંચો…સુરતનું મોટું માથુ ગણાતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ, શું છે કેસ ?



