સુરત

બેંકનાં ખોટા લેટરપેડનો ઉપયોગ બદલ સુરતનાં ભાજપ નેતાની ધરપકડ; પક્ષે કર્યા સસ્પેન્ડ…

સુરત: જિલ્લાનાં માંગરોળ તાલુકા પંચાયતની લીંબાડા બેઠકના સભ્ય ભરત પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાયા બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લાનાં લીંબડા ગામે આરોપી ભરત પટેલની જૂની શરતની જમીન આવેલી હોય તેનું વેંચાણ કરેલું હોય અને આ અંગે પરિવારમાં જાણ થતાં તેમણે મામલતદાર કચેરી ખાતે વાંધા અરજી નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ અંગે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદની વિગતો અનુસાર ભરત પટેલની માંગરોળના લીંબડા ગામ ખાતે જૂની શરતની જમીન આવેલી હોય અને તે જમીન તેમણે હસમુખ લાલ પટેલને વેચાણ આપી હતી. જોકે જમીન વેંચાણ અંગે ભરત પટેલના પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યોએ વાંધા અરજી રજૂ કરી હતી.

આ દરમિયાન આરોપી ભરત પટેલે બેંક ઓફ બરોડા અરેઠ શાખાનું બોજા મુક્તિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જે માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરતાં ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ઠગાઇ કરવાના ઇરાદે બેંક તથા વેચાણ લેનાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :સાધુના વેશમાં ઝડપાયો અંડરવર્લ્ડ ડોન, એક સમયે છોટા રાજનનો હતો ખાસ

ભાજપે કર્યા સસ્પેન્ડ
અત્રે ઉલ્લેખમનીય છે કે ભાજપનાં નેતા દ્વારા બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ભાજપ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે કાર્યવાહી કરી હતી. વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button