સુરત

સુરતમાં કેબલના કામકાજ દરમિયાન ગેસ પાઈપલાઈનને નુકસાન થતાં 1200 જેટલા ઘરને અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરતઃ ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાના કામ દરમિયાન ભૂગર્ભ ગુજરાત ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં રવિવારથી રસોઈ ગેસ સપ્લાય ખોરવાઈ જવાથી ભરિમાતા વિસ્તારમાં લગભગ 1,200 ઘરોને અસર થઈ હતી.

ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસની ટીમોએ રવિવારે સમારકામ શરૂ કર્યું હતું, પરંતુ સોમવાર સાંજ સુધીમાં પણ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી શકાયો ન હતો. ડેમેજ ગેસ પાઇપલાઇન શોધવા માટે ખોદકામ દરમિયાન, વરસાદી પાણીના ગટર અને પાણી પુરવઠા લાઇનને પણ આકસ્મિક રીતે નુકસાન થયું હતું, જેના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું.
ગેસ પાઇપલાઇનને નુકસાનનું ચોક્કસ પોઈન્ટ શોધી શકાયો ન હોવાથી પાણી ભરાયેલા ખાડાને કારણે સમારકામમાં વિલંબ થયો હતો.

લાંબા સમય માટે ગેસ પાઈપલાઈન બંધ રહેતા શિયાળામાં સવારે પાણી ગરમ કરવાથી માંડી સોઈ સહિતના કામો અટકી પડ્યા હતા. બાળકો માટે ઓવનમાં પાણી ગરમ કર્યાનું અમુક ગૃહિણીઓએ જણાવ્યું હતું.

ગુજરાત ગેસના અધિકારીએ જણાવ્યું હતું કે ઓએફસીના કામ દરમિયાન પાઇપલાઇનમાં પંચર થયા પછી લગભગ 1,200 ઘરમાં ગેસ સપ્લાય પ્રભાવિત થયો હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button