Surat માં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

સુરત : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં પણ ડાયમન્ડ સિટી સુરતમાં (Surat) ક્રાઈમ રેટમાં સૌથી વધારો થયો છે. સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા હતા. જે મુજબ છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ નોંધાયા છે. જ્યારે બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ, મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે.
આ પણ વાંચો: વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શનમાં; 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ
હત્યાના 266 ગુના છેલ્લા બે વર્ષમાં નોંધાયા
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરતમાં ક્રાઈમ રેટના આંકડા બહાર આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં 31-1-2025ની સ્થિતિએ હત્યાના 266 ગુના છેલ્લા બે વર્ષમાં નોંધાયા છે.
મહિલા અત્યાચારના 48 કેસ નોંધાયા
સુરત શહેર અને જિલ્લામાં બે વર્ષમાં ચોરીના 4,889 કેસ નોંધાયા છે. બે વર્ષમાં મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. નવસારી જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 26 ગુના નોંધાયા છે. દુષ્કર્મના 44, ચોરીના 365, મહિલા અત્યાચારના 48 કેસ નોંધાયા છે.