સુરત

સુરત એરપોર્ટ પરથી માદક પદાર્થોનો મોટો જથ્થો પકડાયો

અમદાવાદઃ સુરત એરપોર્ટ પર અલગ અલગ એજન્સીઓએ કરેલી તપાસ દરમિયાન નશીલા પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટિગેશન ફોર્સ (સીઆઈએસએફ)ની સંયુકત ટીમે સઘન તપાસ કરતા રૂ. 1.42 કરોડની કિંમતનો ચાર કિલો જેટલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ બેંકકોકથી સુરત એરપોર્ટ આવી પહોંચી હતી. આ ફ્લાઇટના મુસાફરોનું ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક મુસાફર શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

આપણ વાચો: અમદાવાદ એરપોર્ટથી નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ, 3 મહિનામાં 250 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

સીઆઈએસએફ અને કસ્ટમ્સની ટીમે તેની બેગની ઝીણવટભરી તપાસ કરતા આઠ જેટલા હાઈબ્રિડ ગાંજાના પેકેટ મળી આવ્યા હતા.
આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 1.41 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ આગળ ધરી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button