સુરત

સુરતમાં 38 વર્ષના યુવકે 22 વર્ષની યુવતીને ફસાવી સંબંધો બાંધ્યા, પછી નાના ભાઈ સાથે પરણાવીને સંબંધ ચાલુ રાખ્યા ને…………

સુરત: ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ૩૮ વર્ષીય એક પરિણીત શખ્સે ૨૨ વર્ષની કોલેજિયન યુવતીને સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે અપરિણીત હોવાનું જૂઠું બોલી આરોપીએ લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, જ્યારે યુવતીને ખબર પડી કે પ્રેમી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે, ત્યારે તેણે સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ અસલી માનસિક ત્રાસ અહીંથી શરૂ થયો હતો.

પોતાનો ભાંડો ફૂટી જતાં આરોપીએ યુવતીના અંગત પળોના ફોટા વાયરલ કરવાની અને તેના પિતા-ભાઈને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતી સામે એવી વિચિત્ર શરત મૂકી કે જો તેણે સાથે રહેવું હોય તો તેના નાના ભાઈ સાથે લગ્ન કરવા પડશે. બદનામીના ડરથી ફફડતી યુવતીએ આખરે નરાધમના નાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. આરોપીએ પોતાના પરિવારને પણ અંધારામાં રાખ્યા હતા અને એવું જૂઠું બોલ્યો હતો કે એક એન.જી.ઓ.ની મદદથી તેણે નાના ભાઈ માટે બીજી જ્ઞાતિની યુવતી શોધી છે.

લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહી નવું જીવન શરૂ કરવા માંગતી હતી, પરંતુ આરોપીએ લગ્ન પછી પણ પોતાની હરકતોથી બાજ આવ્યો નહોતો. તે સતત ફોટા વાયરલ કરવાની ધમકી આપી નાના ભાઈની પત્ની પર બળાત્કાર ગુજારતો રહ્યો. છેલ્લા છ મહિનાથી આ અપરાધ અને રોજબરોજની કનડગત સહન કર્યા બાદ, કંટાળેલી યુવતી આખરે ઘર છોડીને ભાગી ગઈ હતી અને હિંમત ભેગી કરીને સિંગણપોર પોલીસ મથકે પહોંચી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હવસખોર આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો:  મિત્રને ઝેરી દાબેલી ખવડાવી મારી નાખવાના 14 વર્ષ જૂના કેસમાં હાઈકોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યો!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button