સુરત

Surat માં રૂ.500ના દરની 9 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ

સુરત: સુરત(Surat) શહેર એસઓજીની ટીમે કેટરીંગમાં કામ કરતા વિજય ચૌહાણ અને સુરેશ લાઠીડદીયાની ધરપકડ કરી હતી, સુરતના પુણા ગામમાંથી 500ના દરની ડુપ્લીકેટ નોટો સાથે બે ને પકડી પાડવામાં આવ્યા હતા, શાકમાર્કેટ અને પાનના ગલ્લા ઉપર નોટો વટાવતા હતા. સુરત શહેર એસઓજીની ટીમે આરોપીઓ પાસેથી રોકડા ૧ લાખ, ત્રણ મોબાઈલ તેમજ ડુપ્લીકેટ નોટો કબજે કરી હતી.

500 ના દરની 18 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યા
પુણાગામ, માનસરોવર સ્કુલની સામે આવેલા સોસાયટીના એક મકાનમાં સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી કેટરીંગના બે કારીગરોને રૂપિયા 500 ના દરની 18 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાની ગેરકાયદે પ્રવુતિ કરનારા આરોપીઓ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળથી લાવ્યા હતા અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોના શાકમાર્કેટ અને પાનના ગલ્લા ઉપર વટાવતા હતા.

આ પણ વાંચો…દેવભૂમિ દ્વારકામાંથી પોલીસે ગેરકાયદે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી

રોકડા 1,03,830  કબજે કર્યા હતા
સુરત શહેર એસઓજીએ તપાસ દરમ્યાન ઘરમાં રહેતા સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્પે ચકોર માવજી લાઠીદડીયા અને વિજય નરશી ચૌહાણ પાસેથી રૂપિયા 500 ના દરની 18  ડુપ્લીકેટ એટલે 9  હજાર મળી આવ્યા હતા. આ બંને આરોપીઓની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં સુરેશ ઉર્ફે ગુરુજીએ આ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળના માલદા ખાતે રહેતા તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા રઈજુદ્નિ શેખ પાસેથી લાવ્યા હતા અને સાંજના સમયે શાકમાર્કેટ તથા પાનના ગલ્લા પર વટાવતા હતા. એસઓજીએ વિજય અને સુરેશ પાસેથી  ડુપ્લીકેટ 18  નોટો ત્રણ મોબાઈલ અને ડુપ્લીકેટ નોટો વટાવી તેમાંથી મેળવેલા રોકડા 1,03,830  કબજે કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button