“આ નેતાઓનું શિક્ષણમાં શું યોગદાન?”: નોટબુક પરના ફોટા મુદ્દે વિપક્ષ-શાસક આમને-સામને!

સુરત: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમ કે, સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના શાળાઓમાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક રાજકીય ચર્ચાનો વિષય બની છે.
આ મામલે વિપક્ષના નેતાઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો હતો અને શાસકો પર શિક્ષણમાં રાજકારણ ઘૂસાડવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સમિતિના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી બુક લઈ વિપક્ષના રાકેશ હીરપરા આવ્યા હતા.
આપણ વાંચો: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી રાજ ઠાકરેની મુલાકાત: ગણપતીના દર્શન બાદ રાજકીય ચર્ચા?
રાકેશ હિરપરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે, એમાં ભાજપના 5 નેતાના ફોટાઓ મુખ્ય કવર પર મૂકવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા, જલ સંપત્તિ પ્રધાન અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ફોટા મૂકવામાં આવ્યા છે.
આપણ વાંચો: સંસદમાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ 5 મહાન રાજાઓને યાદ કર્યા: શું છે રાજકીય સંકેત?
વિપક્ષે સમિતિની સામાન્ય સભામાં ભાજપના નેતાઓના ફોટોવાળી નોટબુક સાથે વિરોધ કરતાં કહ્યું હતું કે, ‘આમનું બાળકોના શિક્ષણમાં શું યોગદાન છે?’ આ મામલે શાસકોએ ફોટાને યોગ્ય ગણાવીને જણાબ આપ્યો હતો કે, તે અમારા પ્રેરણા સ્ત્રોત છે, બીજેપીની સત્તા છે. વિપક્ષ કહે તેમ નહીં ચાલે, અમે કહીએ તે થશે.
જો કે સામે વિપક્ષે પણ આ સમગ્ર મામલે કહ્યું હતું કે, ‘આ નેતાઓ ભલે તમારા પ્રેરણા સ્ત્રોત છે, પરંતુ તેઓનું શિક્ષણમાં કોઈ યોગદાન નથી. ખરેખર જો શિક્ષણની વાત હોય તો ગાંધીજી કે બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓના ફોટા હોવા જોઈએ.