આપણું ગુજરાતટોપ ન્યૂઝસુરત

Surat માં ગણેશ મંડપ પર મસ્જિદમાંથી થયો હતો પથ્થરમારો, ગુજરાતના ગૃહમંત્રીનું મોટું નિવેદન

સુરત : ગુજરાત પોલીસે સુરતના(Surat)ગણેશ મંડપ પર પર પથ્થરમારો કરીને રાજ્યનું વાતાવરણ ડોહવાની યોજનાને નિષ્ફળ બનાવી છે. આ કેસમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની મસ્જિદ અને ઈમારતો પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજો દરવાજો બંધ કરીને છુપાઈ ગયા હતા. જ્યારે પોલીસે તાળા તોડીને તમામની ધરપકડ કરી છે.

પથ્થરમારો કરનારાઓ સગીર હતા

ગૃહમંત્રી હર્ષ સંઘવી કહ્યું કે સુરત પોલીસે નક્કી કર્યું છે કે કોઈપણ પથ્થરબાજ છૂટવો ના જોઇએ. તેમને પકડવા માટે ડ્રોન અને સીસીટીવી વિઝ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો કરનારાઓ સગીર હતા. આપણે બધાએ વિચારવું જોઈએ કે આપણે તેમને શું શીખવીએ છીએ.

નાની ઉંમરે બાળકોને પત્થરો સોંપવામાં આવે છે

મેં લોકોને અપીલ કરી છે કે આપણે જોવું પડશે કે બાળકોને શું શીખવી રહ્યા છે. જો બાળકો નાની ઉંમરે ખોટી દિશામાં જાય તો તેમનું ભવિષ્ય જટિલ બની જાય છે. બાળકો ભણવા અને રમવાની ઉંમરના છે. તેમના હાથમાં પથ્થર આપવા એ નિંદનીય છે.

આ પણ વાંચો : સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…

જ્યારે સુરતમાં બુલડોઝરની કાર્યવાહી અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાતે રાજ્યના લોકોના જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોના યુવાનોના સપનાઓને સાકાર કરવાનું કામ કર્યું છે.

પથ્થર મારામાં સુરત ઝોન 4ના ડીસીપી ઘાયલ

સુરતના સૈયદપુરા પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારામાં ઝોન 4 ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ડીસીપી વિજય સિંહ ગુર્જરે કહ્યું કે જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા ત્યારે પરિસ્થિતિને જોતા વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન મારા સહિત કેટલાક પોલીસકર્મીઓ પર પથ્થરમારો થતાં તેઓ ઘાયલ થયા હતા.

28 લોકોની ધરપકડ કરવામાં આવી

ડીસીપીએ કહ્યું કે જે લોકો પથ્થરમારો કરતા હતા. તેઓ જ્યાં પણ છુપાયેલા હતા તે તમામની ધરપકડ કરવામાં આવી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફરીથી કોમ્બિંગ કરવામાં આવશે. સુરતમાં પથ્થરમારાના કેસમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 300 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button