સુરત

સુરતમાં 36 વર્ષની નાયબ મામલતદાર હિનિષા પટેલના મોત પાછળ બહાર આવ્યું ચોંકાવનારું કારણ…

સુરતઃ શહરેમાં 36 વર્ષની નાયબ મામલતદાર હિનિષા પટેલે ગઈકાલે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. તેના મોત પાછળ ચોંકાવનારનું કારણ સામે આવ્યું છે. જે મુજબ થોડા સમય પહેલા તેની સામે એસીબીમાં જમીન મામલે થયેલી નનામી અરજીથી ડિપ્રેશનમાં હતા. જોકે તેની તપાસમાં તેને ગાંધીનગરથી ક્લીનચિટ મળી ગઈ હતી. તેમ છતાં શું આ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, એ દિશામાં રહસ્ય ઘેરાયું છે.

કેવી રીતે પડી ખબર

હિનિષા પટેલ અને તેમના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સવારે તેના પતિ ઓફિસે નીકળવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર પત્ની નીચે ઊતર્યાં ન હતાં. ઉપર જઈ ચેક કરતાં રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતા. મૃતક અને તેમના પતિ બંને અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતાં હતાં અને વર્ષ 2023માં જ બંનેએ પ્રમોશન મેળવી નાયબ મામલતદાર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.

આ પણ વાંચો…સુરતના રાંદેરમાં મહિલા નાયબ મામલતદારે કર્યો આપઘાત, મહેસૂલ વિભાગમાં ખળભળાટ

મોબાઈલ ફોન ખોલી શકે છે રહસ્ય

પોલીસ આત્મહત્યાના કારણો શોધવા માટે તપાસ તેજ કરી છે અને આ ઘટના પાછળ કોઈ આર્થિક મુશ્કેલી, સામાજિક દબાણ કે પારિવારિક કંકાસ જવાબદાર છે કે કેમ તે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી. મૃતકનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે અને તેની કોલ ડિટેલ્સ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button