સુરત

સુરત રેલવે સ્ટેશન પર બબાલઃ ટ્રેનના જનરલ કોચનો દરવાજો નહીં ખોલતા પ્રવાસીઓએ કરી તોડફોડ…

સુરત: સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતાં બબાલ મચી ગઈ હતી. આ દરમિયાન એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં 6 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો: ભેસ્તાનમાં વધુ 4 તબીબ ઝડપાયા…

અજમેર-દાદર ટ્રેનનો બનાવ

પ્રાપ્ત વિગતો અનુસાર અજમેરથી દાદર (મુંબઇ) જઈ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી ત્યાં તેણે સ્ટોપ કર્યું હતું. આ દરમિયાન ટ્રેનમાં સવાર અમુક મુસાફરોએ જનરલ કોચનો દરવાજો બંધ કરી દીધો હતો. આથી જ્યારે બહારના મુસાફરો પ્રવેશ કરવા ગયા ત્યારે દરવાજો બંધ હોવાથી મુસાફરો વચ્ચે બબાલ મચી ગઈ હતી.

યુવકે કરી અશ્લીલ હરકત

આ દરમિયાન ટ્રેનમાં સવાર એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટના બાદ છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો. આ ઉપરાંત સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ઉત્તરાયણ પર્વને પગલે સુરત પોલીસનું જાહેરનામું; નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

વલસાડ પોલીસે કરી યુવકની અટકાયત

વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટકાયત કરીને સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે યુવકે ટ્રેનના ડબ્બાના દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો. આથી સ્ટેશન પર ઉભેલા મુસાફરોએ ટ્રેનમાં અંદર પ્રવેશવા માટે હોબાળો કર્યો હતો. યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button