સુરત

દુષ્કર્મી આસારામનું 13 વર્ષ બાદ સુરતમાં આગમન, અનુયાયીઓએ આશ્રમમાં સ્વાગત કર્યું…

સુરત : દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ લગભગ 13 વર્ષ બાદ સુરત પહોંચ્યા હતા. ભાવનગરથી રો-રો ફેરી મારફતે તે સુરત પહોંચ્યા હતા. આસારામ જહાંગીરપુરા આશ્રમમાં પહોંચતાની સાથે જ હજારો અનુયાયીઓમાં સ્વાગત કર્યું હતું. ભકતોએ આશ્રમના ગેટ પર હાથમાં દીવડા લઈને ઢોલ-નગારા સાથે આસારામનું સ્વાગત કર્યું હતું. આસારામના આગમનના પગલે આ આખા આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને મુખ્ય માર્ગો પર આકર્ષક રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વાસ્થ્યના કારણોથી આસારામને તાજેતરમાં શરતી જામીન આપવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ સેંકડો અનુયાયીઓ આવ્યા

આસારામના આગમનના સમાચાર મળતા જ માત્ર સુરત કે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ, પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ સેંકડો અનુયાયીઓ બસો ભરીને જહાંગીરપુરા આશ્રમ ખાતે પહોંચી ગયા છે. આશ્રમની બહાર અને અંદર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ તંત્ર સતર્ક બન્યું છે.

આ પણ વાંચો…સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ

ત્રણ દિવસ સુધી સુરત આશ્રમમાં જ રોકાણ કરશે

આશ્રમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આસારામ આગામી ત્રણ દિવસ સુધી સુરત આશ્રમમાં જ રોકાણ કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ ખાસ આયુર્વેદિક સારવાર મેળવશે. આ સાથે જ તેઓ આશ્રમમાં રહેતા સાધકો સાથે મુલાકાત પણ કરશે. જામીન માટેની અરજીમાં પણ સ્વાસ્થ્યના કારણો રજૂ કરવામાં આવ્યા હોવાથી આ રોકાણ મુખ્યત્વે સ્વાસ્થ્ય સુધારણા માટે હોવાનું માનવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button