સુરત

હાથમાં તસવીર લઇને ભાવુક થયો યુવાન, PM Modi એ કાર રોકાવી અને પછી…

સુરત : ગુજરાતના સુરતમા પીએમ મોદીના(PM Modi)રોડ શો દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જેમાં રોડ શો પીએમ મોદીનું સ્વાગત કરવા લોકો ઉત્સાહિત હતા. ત્યારે રેલિંગની બાજુમાં ઉભેલા યુવક ઉભો હતો. જે પીએમ મોદીને નિહાળીને ભાવુક થઈ ગયો હતો.

Also read : PHOTOS: રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, સંગઠન માળખામાં બદલાવને લઈ થઈ ચર્ચા

પીએમ મોદી અને તેમના માતા હીરાબાનું સ્કેચ હતું

આ યુવકના હાથમાં એક તસવીર હતી જેમાં પીએમ મોદી અને તેમના માતા હીરાબાનું સ્કેચ હતું. જ્યારે વડા પ્રધાનની કાર ત્યાંથી પસાર થઈ ત્યારે યુવક ભાવુક થઇ ગયો હતો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જ્યારે વડા પ્રધાન મોદીએ આ દ્રશ્ય જોતાં જ કાર અટકાવી દીધી હતી.

Also read : Gujarat માં પ્રોજેક્ટ લાયનના દાવા પોકળ, બે વર્ષમાં 286 સાવજના મોત

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તેની બાદ આ યુવકે પીએમ મોદીને સ્કેચ આપ્યું હતુ. વડા પ્રધાને તેનો સ્વીકાર કર્યો અને તેને ઓટો ગ્રાફ પણ આપ્યો હતો. આ ભાવનાત્મક ક્ષણ ત્યાં હાજર લોકો માટે પણ યાદગાર બની ગયો. પીએમ મોદી પ્રત્યેના આ ખાસ આદર અને પ્રેમે બધાનું ધ્યાન ખેંચ્યું. પ્રધાનમંત્રીએ પણ આ યુવકના સ્નેહનો નમ્રતાથી સ્વીકાર કર્યો. આ એક મિનિટ લાંબો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button