સુરત

પીએમ મોદીએ સુરતમાં અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું, 9700 કરોડની વિકાસ કાર્યોની ભેટ આપશે

સુરત : દેશના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે આજે સુરતમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે સુરતના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે.

જેમાંથી 352 કિલોમીટર ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં અને 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં છે. આ કોરિડોર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોને જોડશે.

બુલેટ ટ્રેન કોરિડોરમાં નદી પર કુલ 25 પુલ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે મળેલી માહિતી મુજબ ગુજરાતના વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીના પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પૂર્ણ થનારા 21 નદીના પુલોમાંથી આ 17 મો છે. 80 મીટર લાંબો પુલ પશ્ચિમ રેલ્વેની વડોદરા-સુરત મુખ્ય લાઇન પાસે આવેલો છે. આ પુલમાં ત્રણ સ્પાન છે. જેમાં એક નદીના પટમાં અને દરેક બાજુ બે છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં નદી પર કુલ 25 પુલ છે. જેમાં 21 ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં છે

પીએમ મોદી ગુજરાતને 9700 કરોડની વિકાસ કાર્યોની ભેટ આપશે

ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પીએમ મોદી નર્મદા જિલ્લામાં રૂપિયા 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ આદિવાસી કલ્યાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણને લગતા છે.

નર્મદા જિલ્લાના દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરશે

પીએમ મોદી બપોરે લગભગ 12:45 વાગ્યે નર્મદા જિલ્લાના દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ તેઓ બપોરે લગભગ 2:45 વાગ્યે ડેડિયાપાડા પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે.

આ પણ વાંચો…નર્મદા જિલ્લામાં આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી, પીએમ મોદી રહેશે હાજર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button