
સુરતઃ શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવીને રહેતા પાટીદારો વતનને ભૂલતા નથી. તાજેતરમાં ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો થયો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઘટનાને લઈ પાટીદારો સુરતમાં એકત્ર થયા હતા. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
પાટીદારોના કહેવા પ્રમાણે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો હતો. એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્ત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારા માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે અને જો તું જમીન નહીં આપે તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ.
આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળું દબાવી અને બે લાફા પણ મારવામાં આવે છે. ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો.
ઉલ્લેખનીય છે કે, શહેરના મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા છે. આ વિસ્તારના લોકો મીટિંગમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.\
આ પણ વાંચો…‘’આપ’ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઇના ઝાંસામાં નહીં આવે’: નીતિન પટેલે આક્રમક અંદાજમાં કરી નવી વાત…



