ભાજપ સાંસદનો બળાપોઃ પાટીદારો બહુ પાછળ રહી ગયા, પહેલાં સમાજ પટેલોને અનુસરતો, હવે કોઈ વેલ્યુ નથી

સુરતઃ ગુજરાતના ભાજપ સાંસદે સુરતમાં એક કાર્યક્રમમાં બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું, પાટીદારો બહુ પાછળ રહી ગયા, પહેલાં સમાજ પટેલોને અનુસરતો અને હવે કોઈ વેલ્યુ નથી.
પહેલાં બીજા સમાજો પટેલોને અનુસરતો
સૌરાષ્ટ્ર કડવા પાટીદરા સેવા સમાજ-સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ-2026 તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કાર્યક્રમમાં બોલતા રાજકોટથી ભાજપના સાંસદ રૂપાલાએ કહ્યું, પણે ભવનો બનાવવાનાં છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ-નિયમ પ્રમાણે ચાલવું છે? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે અને અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયા છે. પાંચ-પચ્ચીસ વર્ષ પહેલાં એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા અને આપણે તો હજી વિચારણા પણ નથી શરૂ કરી.
આ ઉપરાંત રૂપાલાએ કહ્યું, સમાજમાં બીજા પણ ઘણા ગંભીર મુદ્દા છે. તેના પર વિચારવાની જરૂર છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહલગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય – કચ્છ આહીર સમાજ, એની એક જ તારીખ, એ તારીખે જ બધાનાં લગ્ન થાય.
રૂપાલાએ વધુમાં કહ્યું હતું કે આપણા સમાજે આવું કંઈ વિચારવાની આવશ્યકતા છે? અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત-ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આગળ જતા ખૂબ મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ પણ વાંચો…સુરતનો પાટીદાર સમાજ ‘બંધારણ’ બનાવશે, દીકરીઓને લવ મેરેજ કરતી રોકવા ક્યા નિયમો બનશે ?



