સુરત

Surat માં 13 મહિનામાં 11,39,158 વાહન ચાલકોને ચલણ દ્વારા કાર્યવાહી…

અમદાવાદઃ સુરતમાં(Surat) વધતા અકસ્માતો માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એ વાતને નકારી શકાય નહીં સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ ચાલકો સુધરવાનું નામ નથી લેતા અને દંડ ભરવામાં ઠાગા ઠૈયા કરે છે. છેલ્લા 13 મહિનામાં (1 જાન્યુઆરી, 2024થી 5 ફેબ્રુઆરી, 2025) સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 11,39,158 ડ્રાઇવર સામે પગલાં લેવામાં આવ્યા હતા.

1139158 ચાલકને દંડ ફટકારવમાં આવ્યો

ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીમાં અનેક લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી આધારે 382907 ,ઇન્ટરસ્પેટર 81315, સ્પીડ ગન આધારે 118702, મોબાઈલ એપથી 258817,વીઓસીના આધારે 65506, હાજર દંડ પાવતી 231911 મળી ને 1139158 ચાલકને દંડ ફટકારવમાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat માં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

ચલણ વાહન ચાલકને મોકલવામાં આવ્યા

તેમ છતાં સુરતી ટ્રાફિકના નિયમ તોડવમાં રાજ્યમાં અવ્વલ આવી રહ્યાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અલગ અલગ રીતે એટલે કે, સીસીટીવી, ઇન્ટરસેપ્ટટર સ્પીડ ગન, મોબાઈલ એપ, વીઓસી, હાજર દંડ પાવતી મળીને 1139158 ચલણ વાહન ચાલકને મોકલવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button